Type Here to Get Search Results !

ગોધરા નગરપાલિકાના સભ્ય અને સ્થાનિક નાગરિક વચ્ચેનુ વાક યુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ

 ગોધરા નગરપાલિકાના સભ્ય અને સ્થાનિક નાગરિક વચ્ચેનુ વાક યુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ

ગોધરા

ગોધરા નગરપાલિકા અને તેના ચૂંટાયેલા સભ્યો છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચાના ચગડોળે છે. શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમ ભાગમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પાલિકા સભ્યો પ્રજાના રોષનો ભોગ બનતા જોવા મળે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વોર્ડ નંબર ૭ ના અપક્ષથી ચૂંટાયેલા પાલિકા સભ્ય અને સ્થાનિક નાગરિક વચ્ચે છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા વોર્ડના વિકાસ કાર્યો બાબતે વાક યુદ્ધ છેડાયુ છે. જે વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.



બે વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનું લિસ્ટ માંગતા જ પાલિકા સભ્ય છંછેડાયા

અમારી સોશિયલ મીડિયા ટીમ તરફથી મળેલ અહેવાલ મુજબ સ્થાનિક નાગરિકે પાલિકા સભ્ય પાસે છેલ્લા બે વર્ષમાં થયેલા વિકાસ કામોનુ લિસ્ટ માંગતા જ સભ્ય છંછેડાયા હતા. કામોનુ લિસ્ટ આપવાની જગ્યાએ પોતાના માનીતાઓ પાસે કોમેન્ટ્સ કરાવીને સ્થાનિક નાગરિકનુ મોઢું બંધ કરાવવાના મરણિયા પ્રયાસો કર્યા છે. લિસ્ટ લેવા માટે નાગરિકને નગરપાલિકામાં બોલાવતા હોય, જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં PDF સ્વરૂપે જાહેર કરવા આહ્વાન કર્યુ પરંતુ વિકાસ કાર્યોનું લિસ્ટ આપવામાં આવ્યુ નથી.


દર ટર્મમાં વોર્ડ બદલવામાં માસ્ટર ગણાય છે આ પાલિકા સભ્ય

મળતી માહિતી મુજબ જે પાલિકા સભ્ય પાસે માહિતી માંગવામાં આવી છે તે પાલિકા સભ્ય દરેક ટર્મમાં અલગ અલગ વોર્ડ બદલીને ચૂંટણી લડે છે. આ વોર્ડ બદલૂ સભ્ય ફક્ત રમજાન માસમાં માત્ર સફાઈ કામો કરાવતા હોવાની માહિતી મળતા સોશિયલ મીડિયામાં "રમજાની કાઉન્સિલર" તરીકેનું બિરુદ પણ મળેલ છે. લોકોમાં થતી ચર્ચા મુજબ અન્ય પાલિકા સભ્ય કરાવતા કામોનો જશ ખાટવામાં પણ આ સભ્ય પાછા પડતા નથી.

રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષના પ્રદેશ મહામંત્રી હોવા છતા અપક્ષથી ચૂંટણી લડ્યા છે!!

અમારી વિશેષ તપાસ ટૂકડીના વિશ્લેષણ મુજબ આ સભ્ય એક રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો ધરાવે છે. તેમજ બે વર્ષ પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી તે વખતે તેઓ ગોધરા શહેર પ્રમુખનો હોદ્દો ધરાવતા હતા. છતા પણ અપક્ષમાંથી ચૂંટણી કેમ લડ્યા તે યક્ષ પ્રશ્ન છે.

નગરપાલિકાએ દરેક સભ્ય દીઠ આપેલા ચાર બાંકડા વિષેનો વાયરલ ચેટમાં ઉલ્લેખ




સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સ્ક્રીનશોટ અને તેની કોમેન્ટ્સ મુજબ નગરપાલિકાએ દરેક સભ્યને ચાર બાંકડા પોતાના મતવિસ્તારમાં મુકવા માટે આપ્યા હતા. તેમાંથી એક નાગરિકે પોતાના ઘર આગળ મુકવા માટે બાંકડો માંગતા હોય તેવો ઉલ્લેખ જોવા મળેલ. તેના જવાબમાં પાલિકા સભ્યએ જણાવ્યું હતું કે અલગ અલગ વિસ્તારમાં બાંકડા મૂકી દીધા છે. જ્યારે સ્થાનિકોમાં એવો રોષ જોવા મળ્યો હતો કે આ બાંકડા પોતાના મતવિસ્તારમાં દેખાતા નથી. તો આખરે આ બાંકડા ગયા ક્યાં? બાંકડો માંગનાર નાગરિક કહી સોશિયલ મીડિયામાં વ્યથા ઠાલવી રહ્યો છે કે શું જનપ્રતિનિધિ પાસે વોર્ડમાં મુકવા બાંકડો માંગવો એ ગુનો છે?

આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી હજુ વિકાસ કાર્યોનું લિસ્ટ મળ્યુ ન હોવાની વિગતો સામે આવી છે. વોટ માંગતી વખતે ગાય બનીને આવતા લોકો સભ્ય બનતા જ લોકોને વિકાસ કાર્યોનુ લિસ્ટ સુદ્ધા આપતા નથી. શું લોકશાહી દેશમાં પ્રતિનિધિ પાસે વિકાસ કાર્યોનુ લિસ્ટ માગંવાનો લોકોને અધિકાર નથી? લોકોના વોટથી જીતીને પાલિકા સભ્ય બનેલા પ્રતિનિધિએ પ્રજાના પ્રશ્નોનો યોગ્ય જવાબ ન આપવો જોઈએ? લોકોના વોટ લઈને જીતેલા આવા લોકોને ચૂંટણી વખતે સબક શિખવાડવો જ આખરી વિકલ્પ હોવાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.