Type Here to Get Search Results !

ગોધરા પાલિકાના માજી સભ્યએ વોટ્સએપ ગ્રુપમાં ભાંગરો વાટ્યો: RCPC કાયદાને RTI કાયદો ગણાવ્યો

ગોધરા પાલિકાના માજી સભ્યએ વોટ્સએપ ગ્રુપમાં ભાંગરો વાટ્યો: RCPC કાયદાને RTI કાયદો ગણાવ્યો


ગોધરા
તા.૫ એપ્રિલ, ૨૦૨૩

સામાન્ય રીતે નગરપાલિકા અને તેના હાલના ચૂંટાયેલા સભ્યો બજારમાં તેમજ સોશિયલ મીડિયા પર વિરોધ, સમર્થન કે અન્ય બાબતોને લઈ ચર્ચામાં હોય છે. પરંતુ ગોધરામાં એક માજી પાલિકા સભ્ય ચર્ચાના ચગડોળે ચઢ્યા છે. મળતી માહિતી મુજબ ગોધરાના એક વોટ્સએપ ગ્રૂપમાં ૫૫૦ કરતા પણ વધારે સભ્યો છે. તે ગ્રૂપમાં એક સભ્યએ AIMIM દ્વારા થયેલ ફરિયાદના અનુસંધાનમાં ગુજરાત માહિતી આયોગે કરેલ હુકમને લગતી પોસ્ટ મુકેલ હતી. જેના જવાબમાં નગરપાલિકાના એક માજી સભ્યએ ભાંગરો વાટ્યો હતો. તેમને જણાવ્યું હતુ કે,
સાહેબ શ્રી આમાં જે છેલ્લી લાઈન છે સીઓ સાહેબની ચેમ્બરની સામે બધી વિગત બોર્ડ પર મારેલી છે તેના પર બે વર્ષથી ધૂળ ચડેલી છે

 જ્યારે કે ગોધરા નગરપાલિકામાં ચીફ ઓફસર સાહેબની ચેમ્બરની સામે જે વિગતો દર્શાવતુ બોર્ડ છે તે માહિતી અધિકાર અધિનિયમ (RTI) નુ નહી પરંતુ જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર-૨૦૧૩ (The Gujarat (Right of Citizens to Public Services) Act, 2013) હેઠળનું બોર્ડ મૂકેલ છે.

માજી પાલિકા સભ્ય હાંસીપાત્ર સાથે ચર્ચાનો વિષય બન્યા

માહિતી અધિકાર અધિનિયમ (RTI) ને જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર-૨૦૧૩ (The Gujarat (Right of Citizens to Public Services Act, 2013) ગણાવતા આ માજી સભ્ય ગ્રુપમાં તેમજ શહેરના બજારમાં હાસ્યાસ્પદ સાથે ચર્ચાનો વિષય બન્યા હતા. બજારમાં ચાય પે ચર્ચા સાથે કેટલાક લોકો કહેતા જોવા મળ્યા હતા કે જેમને જાહેર કાયદા અંગેનું સામાન્ય જ્ઞાન ન હોય તેમને લોકોને એકવાર પણ ચૂંટીને પાલિકામાં મોકલીને ભુલ સમજાતા જ બીજી ચૂંટણીમાં પ્રજાએ ઘરભેગા કર્યા હશે! વધુમાં જે પોસ્ટની ચર્ચામાં માજી સભ્યએ ભાંગરો વાટ્યો હતો તેમાં માહિતી આયોગના હુકમ મુજબ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી લાંબી હોય જે બોર્ડ સ્વરૂપે લખીને મુકવી અશક્ય છે. જ્યારે કે માજી પાલિકા સભ્યએ તેને બોર્ડ પર દર્શાવેલી અને તેના પર ધૂળ ચઢેલી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ગ્રૂપમાં કેટલીક ચર્ચા પણ થઈ હતી. પરંતુ આ માજી પાલિકા સભ્ય તેમના જવાબ પર ચર્ચા કરવાની જગ્યાએ અન્ય વાતો કરી ધ્યાન ભટકાવવાની કોશિષ કરેલ હતી.અમો ન્યુઝ એક્સપ્રેસ ગુજરાતની ટીમ તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવી કામના કરીએ છીએ.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.