Type Here to Get Search Results !

ગોધરા નગરપાલિકાને RTI હેઠળ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી જાહેર કરવા ગુજરાત માહિતી આયોગે હુકમ કર્યો

 ગોધરા નગરપાલિકાને RTI હેઠળ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી જાહેર કરવા ગુજરાત માહિતી આયોગે હુકમ કર્યો

ગોધરા
તા.૪ એપ્રિલ, ૨૦૨૩

  • AIMIM પંચમહાલ જિલ્લા પ્રમુખ મૌલાના તાહીર મફતની ફરીયાદના અનુસંધાને ૯૦ દિવસમાં માહિતી જાહેરમાં મુકવાનો હુકમ કરાયો
  • ૯૦ દિવસમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અંગેની માહિતી જાહેર જનતા જોઈ શકે તેમ નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર અને વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવા ગુજરાત માહિતી આયોગનો હુકમ


ગોધરા નગરપાલિકાને મીહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ મુજબ આપમેળે જાહેર કરવાની થતી માહિતી (Proactive Disclosure) જાહેર કરવા માટે ગુજરાત રાજ્ય માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા લેખિત હુકમ કરવામાં આવ્યો છે. RTI નો કાયદો વર્ષ - ૨૦૦૫ મા અમલમાં આવ્યો છે. તેના નિયમો ગુજરાત રાજ્યમાં ૨૦૧૦ મા બનાવવામાં આવ્યા હતા. પરંતુ નગરપાલિકાની રેઢિયાળ નીતિના કારણે આજદિન સુધી આ માહિતી ઉપલબ્ધ કરવામાં નથી આવી.

AIMIM ની ફરીયાદના અનુસંધાનમાં ગુજરાત માહિતી આયોગે હુકમ કર્યો

આ અંગે AIMIM ના પંચમહાલ જિલ્લા પ્રમુખશ્રી તાહીરભાઈ મફત દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત માહિતી આયોગમાં ફરીયાદ કરવામાં આવી હતી. ગુજરાત માહિતી આયોગે લેખિત હુકમ કરીને આપમેળે જાહેર કરવાની થતી માહિતી (Proactive Disclosure) જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

૯૦ દિવસમાં નોટિસ બોર્ડ ઉપર માહિતી જાહેર કરવા માહિતી આયોગે હુકમ કર્યો

માહિતી અધિકાર અધિનિયમ (RTI) ની કલમ -૪ મા ઠરાવેલ નમુના પ્રમાણે માહિતી ૯૦ દિવસમાં નગરપાલિકાના નોટિસ બોર્ડ તેમજ વેબસાઈટ પર જાહેર કરવા ગુજરાત રાજ્ય માહિતી આયોગે હુકમ કર્યો છે. વધુમાં માહિતી જાહેર કરીને તેની જાણ ફરીયાદી શ્રી તાહીરભાઈ મફત તેમજ માહિતી આયોગને કરવા હુકમ કરવામાં આવ્યો છે.


ગુજરાત માહિતી આયોગે દ્વારા નગરપાલિકાને કરાયેલ હુકમ

જાહેર જનતાને નીચે મુજબની માહિતી સીધી રીતે મળી શકશે

AIMIM ની ફરીયાદમાં માહિતી આયોગે કરેલ હુકમ મુજબ ૯૦ દિવસમાં માહિતી ઉપલબ્ધ થયેથી જનતાને ઘણી માહિતી સીધી રીતે ઉપલબ્ધ થઈ શકશે. જેવી કે, અધિકારીઓની ફરજો શું છે? અધિકારીઓ તેમની ફરજ યોગ્ય નિભાવે છે કે કેમ? કામ ન થાય તો કોણે ફરીયાદ કરવી? કરેલ ફરીયાદનો જવાબ જનતાને મળે અને લોકોની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે થાય  તે તમામ માહિતી જાહેર સ્વરૂપે લોકો માટે ઉપ્લબ્ધ થશે. જે નગરપાલિકાના નોટિસ બોર્ડ તેમજ વેબસાઈટ પર જોઈ શકાશે. જેથી વહીવટી તંત્રમાં સુધારા તેમજ કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદો પર ત્વરિત પગલા ભરાય તે દિશામાં અગત્યનો હુકમ કહી શકાય.

નગરપાલિકાની વેબસાઈટ ચાલુ કરવા સાથે માહિતી ઉપલબ્ધ કરાવવા AIMIM દ્વારા અપાયુ હતુ આવેદન

ગોધરા નગરપાલિકાની બંધ વેબસાઈટને ચાલુ કરાવવા અને તેના પર માહિતી ઉપલબ્ધ કરાવવા માટે AIMIM દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર, કમિશ્નર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને ગુજરાત માહિતી આયોગને ફરીયાદ કરી હતી. જેના અંતર્ગત અગાઉ વેબસાઈટ ચાલુ કરવામાં આવી હતી અને હવે માહિતી અપલોડ કરવાનો નિર્ણય થયો છે. એટલે હવે માહિતી ૯૦ દિવસની અંદર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

AIMIM દ્વારા ગોધરા નગરપાલિકાની વેબસાઈટ ચાલુ કરવા તેમજ માહિતી અપલોડ કરવા આપેલ આવેદનપત્ર


આયોગના હુકમ મુજબ નીચે પ્રમાણેની માહિતી નગરપાલિકાએ ઉપલબ્ધ કરવાની રહેશે

RTI કાયદાની કલમ - ૪ મુજબ કેટલીક માહિતી દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની હોય છે. ગોધરા નગરપાલિકાના અત્યારસુધી આ માહિતી જાહેર કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. પરંતુ AIMIM ની ફરીયાદ મુજબ થયેલ હુકમ મુજબ ૯૦ દિવસમાં માહિતી જાહેર કરવાની થશે.

  • નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
  • જાહેર માહિતી અધિકારીના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો
  • પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો
  • પોતાના વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગતો
  • દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યની રીત
  • તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલના વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર
  • પોતાના કાર્યો બજાવવા પોતાની પાસેના ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકોર્ડ તેમજ અન્ય ઘણી માહિતી હવે ઉપલબ્ધ કરવાની રહેશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.