Type Here to Get Search Results !

ગોધરાના જરૂરિયાતમંદ લોકો માટે રાહતનું સરનામું : એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

 ગોધરાના જરૂરિયાતમંદ લોકો માટે રાહતનું સરનામું : એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

ગોધરા

તા.૧૭ એપ્રિલ,૨૦૨૩

અત્યારના ગળાકાપ સ્પર્ધાત્મક અને પૈસા કમાવવાની હોડના સમયમાં નિખાલસપણે સેવા કરવી એ સહેલું કામ નથી. પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ "એકતા હાઉસ" જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કિરણ બનીને પ્રગટી રહ્યું છે. તારીખ ૦૯/૦૯/૨૦૨૨ ના રોજ હઝરત મૌલાના મહેમુદ મદની સાહેબ અને હઝરત મુફ્તી મહમુદ બારડોલી સાહેબના વરદ હસ્તે શરુ થયેલ એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, શૈક્ષણિક, વ્યાવસાયિક તાલીમ વગેરે એકદમ રાહતદરે આપવામાં આવે છે.

ટ્રસ્ટનું અદ્યતન બિલ્ડિંગ "એકતા હાઉસ"

ટ્રસ્ટ હેઠળ ચાલતી હોસ્પિટલમાં અનેક સ્પેશ્યાલિસ્ટ અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તદ્દન નજીવા દરે સારવાર

એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈબા જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવે છે. જેમાં અનેક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો તદ્દન રાહત દરે ઉત્તમ સેવા પુરી પાડે છે. જેમાં હાડકાને લગતા રોગો, ચામડીને લગતા રોગો, બાળરોગ નિષ્ણાંત ઉપરાંત જનરલ ઓપીડી પણ ચલાવવામાં આવે છે. વધુમાં ઈમરજન્સી અને વધારે તકલીફ વાળા દર્દીઓને જનરલ OPD ના દર્દી દ્વારા ઘરે વિઝીટ કરીને સારવાર પુરી પાડવામાં આવે છે.

સાથે સાથે હોસ્પિટલ પરિસરમાં MALE અને FEMALE બંને માટે ફિઝીયોથેરાપી (કસરત દ્વારા સારવાર) ની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં પુરુષો માટે પુરુષ ડોક્ટર અને મહિલાઓ માટે મહિલા ડોક્ટર દ્વારા સેવા પુરી પાડવામાં આવે છે. તદુપરાંત હિજામા દ્વારા સારવાર પણ આ હોસ્પિટલમાં કરવામાં આવે છે.

ટ્રસ્ટના ઉદ્દઘાટન વેળાની તસવીર

બહેનોને વ્યવસાયિક તાલીમ માટે "સન'અત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર" મારફતે રોજગારલક્ષી તાલીમ

એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ બહેનો માટે રોજગારલક્ષી તાલીમ પુરી પાડવા સન'અત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં

  • સિવણ ક્લાસ
  • ભરતકામ
  • કોમ્પ્યુટર ક્લાસ
  • મહેંદી ક્લાસ
  • આલેમા ક્લાસ
  • સ્પોકન ઈંગ્લીશ ક્લાસ વગેરે સુંદર આયોજનબદ્ધ રીતે સેવાકીય ધોરણે ચલાવવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે વિવાહિત (શાદીશુદા) જીવન દીની અને સુન્નત તરીકા પર જીવવા તેમજ બાળઉછેર અને ઘરેલુ મેનેજમેન્ટ સાથે ઘરેલુ બજેટ મેનેજમેન્ટ કોર્ષ ચલાવવામાં આવે છે. જેમાં એક ઉચ્ચ ડિગ્રી ધારક મહિલા મારફતે તાલીમ આપવામાં આવે છે. જે હાલના સમયની તાતી જરૂરિયાત છે. જેનાથી આજના સમયમાં પશ્ચિમી અસર ધરાવતા માહોલમાં બાળઉછેર અને ઘરેલુ મેનેજમેન્ટ અને મોંઘવારીના સમયમાં ઘરેલુ બજેટ મેનેજમેન્ટ કોર્ષની તાતી જરૂરીયાત હતી જે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પુરી પાડી છે.



મુસ્લિમ વિદ્યાર્થીનીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્ટેલની સુવિધા

એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા "રૂફય્દા ગર્લ્સ હોસ્ટેલ" ચાલુ કરવામાં આવી છે. જેમાં બહારગામથી ગોધરા તેમજ આસપાસના શહેરમાં ભણવા માટે આવતી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્ટેલ સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેમાં રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ નજીવા દરે પુરી પાડવામાં આવે છે.

સંસ્થામાં તાલીમ માટે આવનાર બહેનો/દિકરીઓને આવવા જવા માટે ઓટો રિક્ષા તેમજ વાનની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે.

સંસ્થા દ્વારા વધુ એક ઉત્તમ સુવિધા રૂપે ગામડાઓના અને ગરીબ વિસ્તારોમાં જઈને "સારવાર આપને દ્વાર" પુરી પાડવામાં આવનાર છે. જેથી ગરીબ અને ગામડાના દર્દીઓને મોંઘવારીના સમયમાં ઉત્તમ આરોગ્ય સુવિધા પુરી પાડવામાં આવનાર છે. અને આ સુવિધા ખુબ જ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે.

"ન્યુઝ એક્સપ્રેસ ગુજરાત" દ્વારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના સંચાલકોને આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.